નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘પરિણીતા’ના ડાયરેક્ટર પ્રદીપ સરકારનું નિધન, ફિલ્મ જગતમાં શોક

‘પરિણીતા’ અને ‘મર્દાની’ જેવી શાનદાર ફિલ્મો બનાવનાર ડિરેક્ટર પ્રદીપ સરકારેનું નિધન થયું છે. 68 વર્ષના પ્રદીપે આજે 24 માર્ચે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. મળતા રિપોર્ટ્સ અનુસાર તેઓ ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમ લેવલ ખૂબ જ ઝડપથી ઘટી ગયું હતું અને તેના કારણે તેની હાલત એટલી બગડી ગઈ હતી કે ડોક્ટર તેને સંભાળી શક્યા ન હતા.  તેમની તબિયત બગડતી જોઈને પ્રદીપ સરકારને મોડી રાત્રે સવારે 3 વાગ્યે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ ડોકટરો તેને બચાવી શક્યા ન હતા. પ્રદીપના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. અભિનેત્રી નીતુ ચંદ્રાએ દિગ્દર્શકના નિધનના સમાચારની પુષ્ટિ કરતાં ટ્વીટ કરીને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. આ સાથે જ અભિનેતા અજય દેવગણે પણ દિગ્દર્શકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એમ જ મનોજ બાજપેયી, હંસલ મહેતાએ પણ એમને શ્રદ્ધાંજલિ અર્પી છે . પ્રદીપ સરકારે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. જેમાં પરિણીતા, એકલવ્ય-ધ રોયલ ગાર્ડ, લફંગે પરિંદે, લગા ચુનરી મેં દાગ, મર્દાની, હેલિકોપ્ટર ઈલા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

About JAYENDRA UPADHYAY

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »