ગુજરાતના લોકોને છેલ્લા ચાર-પાંચ દિવસથી કાંતિલ ઠંડીના કોલ્ડવેવ ફરી વળ્યું હતું. કાતિલ ઠંડીનું જોર આજે અમુક અંશે હળવું થયું છે. જોકે, રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 24 કલાક બાદ ઠંડી વધી શકે છે.
ડાયરેક્ટર મનોરમા મોહંતિએ જણાવ્યું છે કે, રાજ્યમાં 24 કલાક બાદ ઠંડી વધી શકે છે. ગુજરાતમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રી ઘટી શકે છે.