ભુજ થી ઉપડતીબંગાળ તરફ જતી સાપ્તાહિક ટ્રેન શાલીમારએક્સપ્રેસ ને અંજાર રેલવે સ્ટેશન પર ગાડી નંબર 22829/22830 ભુજ–શાલીમારએક્સપ્રેસનેસ્ટોપેજમળવાઅંગેકચ્છનાસાંસદશ્રીવિનોદભાઇચાવડાએઆનંદનીલાગણીવ્યક્તકરી હતી.સાંસદશ્રી દ્વારા જણાવાયું છે કે કચ્છ જિલ્લાના લોકો માટે એક મહત્વપૂર્ણ સુવિધા રૂપે અંજાર રેલવે સ્ટેશન પર ગાડી નંબર 22829/22830 ભુજ–શાલીમારએક્સપ્રેસનેસ્ટોપેજઆપવામાંઆવ્યુંછે. આનિર્ણયથીગુજરાત, મધ્યપ્રદેશ, છતીશગઢ, ઝારખંડ, ઓરીશા, બંગાળતરફનાપ્રવાસમાંમોટીરાહતમળશે. આ ટ્રેન સેવાને અંજાર સટોપેજ મળતા લોકો માં રાહત ની લાગણી પ્રસરી હતી.સાંસદશ્રી દ્વારા આ સુવિધા માટે યસસ્વી માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીજીભારત સરકાર અને રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજી તથા રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે. લાંબા સમયથી અંજાર ખાતે આ ગાડીનાસ્ટોપેજ માટે લોકમાગણી કરવામાં આવતી હતી, જેને હવે સ્વીકાર આપવામાં આવ્યો છે.સાંસદશ્રી દ્વારા જણાવાયું છે કે આ સ્ટોપેજથી સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે તેમજ કચ્છના લોકો માટે મુસાફરી વધુ સરળ અને સુલભ બનશે.
49

