આડેસર ચેક પોસ્ટ ખાતેથી ટ્રકમાં ભરેલ ચોખાના કટ્ટાની આડમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસે
આજે કચ્છ ના પ્રવેશદ્વાર આડેસર પોલીસ ચેક પોસ્ટ પર થી
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા, બોર્ડર રેન્જ ભુજ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ/જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઈ.જે અનુસંધાને મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહિબિશનની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોઈ.જે અનુસંધાને આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર વી.એ.સેંગલ તથા આડેસર પોલીસ સ્ટાફના માણસો આડેસર પોલીસ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કરતા હતા. તે દરમ્યાન પોલીસ ઈન્સપેક્ટર વી.એ.સેંગલ નાઓને મળેલ બાતમી આધારે આડેસર ચેક પોસ્ટ પરથી ટાટા કંપનીની ટ્રક રજી નં.HR.46.E.1993 વાળામાંથી ચોખાના કટ્ટાઓની આડાશમાં સંતાડેલ પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બે ઈસમોને પકડી પાડી તેમના વિરુધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એક્ટ તથા બી.એન.એસ.એક્ટ ની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
> કબજે કરેલ મુદ્દામાલ :-
મુદ્દામાલની વિગત
બોટલ નંગ
કિંમત રૂપિયા
१ રોયલ સ્ટગ સુપીરીયલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલ
૪૪,૭૭,૨૦૦/-
૨ સુપર જુબેલી સ્પેશીયલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ
૧૧૮૮
૧૩,૦૫,૮૦૦/-
સુપર જુબેલી સ્પેશીયલ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ની કવોટર
૭૫૮૦
૨૧,૧૨૦૦૦/-
४ ટાટા કંપનીનું ટ્રક જેના રજી નં. HR.46.E.1993
૨૫,૦૦,૦૦૦/-
ચોખાના કટ્ટા નંગ-૬૨૨
૭,૦૬,૦૮૦/-
એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૧
૫૦૦૦/-
રોકડા રૂપીયા
૪૨૫૦/-
૧૨,૩૧૨
૧,૧૧,૧૪,૩૩૦/
> પકડાયેલ આરોપી:-
(૧) નુરદિન સ/ઓફ મગતુ જાતે.ડુમ(મીરાસી) ઉ.વ.૪૩ રહે.સાનીલા તા.બોન્દ જી.ચરખીદાદરી હરીયાણા
(૨) શ્રી ભગવાન સ/ઓફ ઉદેસીંગ જાતે.ચમાર ઉ.વ.૫૧ રહે. સાનીલા તા.બોન્દ જી.ચરખીદાદરી હરીયાણા
> હાજર ન મળી આવેલ આરોપી:-
(૧)યોગેશ સ/ઓફ સત્યવીરસિંગ રહે.ચરખી તા.બોન્દ જી.ચરખીદાદરી હરીયાણા (દારૂનો જથ્થો મોકલનાર)
(૨)રવિ જાતે.જાટ રહે.દાદરી તા.બોન્દ જી.ચરખીદાદરી હરીયાણા (દારૂનો જથ્થો મોકલનાર)
(૩) વિક્રાંત સ/ઓફ ઇશ્વરસિંગ રહે.ચિરી તા.જી.રોહટક તા.જી.હરીયાણા (ટ્રક માલિક તથા દારૂનો જથ્થો મોકલનાર)
(૪) એક અજાણ્યો માણસ (દારૂનો જથ્થો મોકલનાર)
(૫) નવઘણ જાતે.રાજગોર રહે.ભુજ (દારૂ નો જથ્થો મંગાવનાર)
(૬) અનોપસિંહ રાઠોડ રહે.કેરા (દારૂ નો જથ્થો મંગાવનાર)
(૭) દેવો કાપડી રહે.આદિપુર(દારૂ નો જથ્થો મંગાવનાર)
(૮)ગોપાલસિંહ વાઘેલા રહે.ભુજ (દારૂ નો જથ્થો મંગાવનાર)
> કામગીરી કરનાર અધિ/કર્મચારી
આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર તથા પો.હેડ.કોન્સ.અણદાભાઈ જેહુરભાઈ તથા ગાંડાભાઈ અણદાભાઈ તથા ભરતજી વદનજી તથા શિરીષભાઈ ઈશ્વરભાઈ તથા પો.કોન્સ. રાજાભાઈ રામાભાઈ તથા મહેન્દ્રસિંહ ગણપતસિંહ તથા મુકેશજી તરસંગજી તથા ઈશ્વરભાઈ અમરાભાઈ તથા જી.આર.ડી સભ્યો દ્વારા કરવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે આડેસર પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા દોઢ વર્ષ મા સૌ પ્રથમ વખત એસી લાખ ના શરાબ સાથે એક કરોડ અગિયાર લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે બે વરસ અગાઉ પીએસઆઇ તરીકે બી.જી.રાવલ અને વાય .કે .ગોહિલ ના સમય મા એક વર્ષ મા સાત થી આઠ કરોડ નો શરાબ પકડવા મા આવ્યો હતો ત્યારે છેલ્લા દોઢ વર્ષ મા માત્ર આઠ દશ લાખ નો શરાબ પકડાયેલ. જીલ્લા પોલીસ વડા દ્વારા પીઆઇ અને કર્મચારીઓ ની બદલીઓ કરવા મા આવતા સૌ પ્રથમ વખત આડેસર પીઆઈ વી.એ.સેગલ તથા ટીમ દ્વારા એક કરોડ અગિયાર લાખ ના મુદામાલ સાથે શરાબ ઝડપી પાડ્યો હતો

