રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023માં બનેલી ગુજરાતી ફિલ્મો માટે ચલચિત્ર પારિતોષિકની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2019થી આ પોલિસી અમલમાં છે, જેમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોને રોકડ પુરસ્કાર તથા પારિતોષિક એનાયત કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે અંતર્ગત 2023માં થિયેટરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કર્મ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ જાહેર કરાઈ છે. ફિલ્મના નિર્માતા ચિન્મય પુરોહિત, નીરજ નાઈક અને સુબ્રમણ્યમ ઐયર છે. નિક્કી ફિલ્મને મહિલા સશક્તિકરણ અંગેના શ્રેષ્ઠ ચલચિત્રનો એવોર્ડ અપાયો છે, જ્યારે શ્રેષ્ઠ બાળ ચલચિત્ર તરીકે પણ નિક્કી ફિલ્મ જાહેરા કરાઈ છે. આ વર્ષે વિવિધ 46 કેટેગરી પૈકી 40 કેટેગરીમાં પ્રોત્સાહક રકમ અને પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે.કર્મ ફિલ્મના એક્ટર ચેતનકુમાર ધાનાની શ્રેષ્ઠ અભિનેતા જાહેર કરાયા છે. જ્યારે આ જ ફિલ્મના અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર કરાયા છે. તો માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ ફિલ્મના કલાકાર વિશાલ ઠક્કર શ્રેષ્ઠ બાળ કલાકાર જાહેર કરાયા છે.
29

