આમ તો શપથ વિધિ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, લોકસભાના સભ્યો અને વિધાનસભાના સભ્યોની થાય છે અને તેઓ શપથ લેતા હોય છે, ત્યારે શપથ વિધિથી ગ્રામીણ વિસ્તારના લોકો પણ માહિતગાર થાય તે હેતુથી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા ગામની ગ્રામ પંચાયતના મકાનના લોકાર્પણ સાથે નવા ચૂંટાયેલા સરપંચ, ઉપસરપંચ અને અન્ય સભ્યોને ગ્રામ પંચાયતના તલાટીએ શપથ અપાવ્યા હતા. આ દ્રશ્યો કોઈ લોકસભા કે વિધાનસભાના નથી પરંતુ આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રુમડિયા ગ્રામ પંચાયતના છે. આ ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ સંસદ સભ્યો અને વિધાનસભાના સભ્યોની જેમ જ સરપંચ, ઉપસરપંચ અને અન્ય સભ્ય તરીકે શપથ લીધી હતી. તમને જણાવી દઈએ કે, રૂમડીયા ગામના ડૉ. વિજયભાઈ સાંગુભાઈ રાઠવા આરોગ્ય વિભાગમાં સેવા બજાવી, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પદેથી નિવૃત થયા અને થોડા સમય પહેલા યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. રૂમડીયા ગામના લોકોએ ડૉ. વિજયભાઈ રાઠવા ઉપર વિશ્વાસ મૂકી તેમને સરપંચ પદે ચૂંટી લાવ્યા.સરપંચ પદે ચૂંટાયા બાદ પદ સંભાળતા પહેલા દેશના રાષ્ટ્રપતિ, સંસદ સભ્યોની શપથ વિધિ યોજાતી હોય તેવી શપથ વિધિથી ગામના લોકો માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચને ગ્રામ પંચાયતના તલાટીએ શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત શપથ વિધિ સાથે ગ્રામ પંચાયતના નવીન મકાનનો પણ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા ગામે ગ્રામ પંચાયતનાના નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવાના હસ્તે કરાયું હતું.લોકસભા, વિધાનસભામાં શપથ વિધિ યોજાતી હોય છે, એ સંવિધાનીક પ્રથાથી ગામ લોકો જાગૃત થાય તે હેતુથી રૂમડીયા ગ્રામ પંચાયતમાં નવા ચૂંટાયેલા સરપંચ ડૉ. વિજયભાઈ રાઠવા, ડેપ્યુટી સરપંચ અને સભ્યો માટે શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમણે શપથ લીધા હતા. આ દરમિયાન રૂમડીયા ગ્રામ પંચાયતના નવીન મકાનના લોકાર્પણ પ્રંસગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, અને ધારાસભ્ય જયંતિ રાઠવાએ રીબીન કાપી નવીન ગ્રામ પંચાયત કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું અને ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ અંગે સરપંચ ડૉ. વિજય રાઠવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મારાં પર ગામ લોકોએ વિશ્વાસ મૂકી મને સરપંચ તરીકે ચૂંટ્યો છે. ત્યારે મારે મારી ગ્રામ પંચાયતને આદર્શ ગ્રામ પંચાયત બનાવવી છે. ગામના લોકોનું આરોગ્ય જળવાય રહે, તે માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, અને મેં જે પ્રજાને વચન આપ્યું છે, તે વચનનું પાલન કરવા, અને દેશની લોકસભા, રાજ્યની વિધાનસભામાં યોજાતી શપથ વિધિથી ગામ લોકો વાફેક થાય તે માટે મને, ઉપસરપંચ અને સભ્યોને તલાટી કમ મંત્રીએ શપથ લેવડાવ્યા હતા.’
127
previous post

