જાફરાબાદ રેન્જના કાગવદર ગામમાં પાછલા બે દિવસમાં ત્રણ સિંહ બાળના મોત થતા વન તંત્ર હરકતમાં આવ્યું છે. બે દિવસથી ચાલી રહેલા રેસ્ક્યુ અભિયાનમાં છ સિંહબાળ અને ત્રણ સિંહણની સાથે કેટલાક સિંહને પરીક્ષણ માટે પાંજરે પુરીને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યા છે. જેમાં વન વિભાગના તબીબો અધિકારીઓ વેટરનરી કોલેજના ડોક્ટરો જોડાયા છે. તબીબી પરીક્ષણ બાદ આવેલા રિપોર્ટને આધારે સિંહ બાળના મોતનું કારણ જાણવા મળશે.પાછલા બે દિવસથી જાફરાબાદ રેંજના કાગવદર વિસ્તારમાં ત્રણ સિંહ-બાળના મોત થતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની સાથે ખળભળાટ પણ મચી જવા પામ્યો છે. એક સાથે ત્રણ સિંહબાળના મોત થતા વન વિભાગ પણ એકદમ હરકતમાં આવી ગયું છે અને રાજ્યના વન પ્રધાન મુળુભાઇ બેરાના નિર્દેશ બાદ સમગ્ર ઘટનાક્રમને લઈને આદેશ બાદ 6 જેટલા સિંહબાળ અને ત્રણ સિંહણોને પાંજરે પૂરીને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. જ્યાં તમામ પ્રાણીઓના લોહી સહિતના અનેક તબીબી પરીક્ષણ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં વન વિભાગના તબીબોની સાથે વેટરનરી કોલેજના ડોક્ટરો અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે. તબીબી પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ સિંહબાળના મોતનું સાચું કારણ અને તેમાં કોઈ પ્રકારના વાયરસ કે અન્ય રોગની અસરકારકતા છે કે કેમ તેને લઈને મામલો વધુ સ્પષ્ટ થશે.જાફરાબાદના કાગવદર ગામમાં જે રીતે એક સાથે ત્રણ સિંહબાળના મોત થતા વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઇ બેરાની સાથે રાજ્ય સ્તરના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે. વન પ્રધાન મુળુભાઈ બેરાએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, જે સિંહોને પાંજરે પુરવામાં આવ્યા છે આ તમામના સેમ્પલ લેવામાં આવ્યા છે અને જેને લેબોરેટરી માટે મોકલી દેવામાં આવ્યા છે. આ સિવાય જાફરાબાદની રેવન્યુ કાગવદર રેન્જમાં જૂનાગઢ અને ગીર પૂર્વ તેમજ ગીર પશ્ચિમના વન વિભાગના ઉચ્ચ અધિકારી અને તબીબો પણ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે. જે સિંહબાળના મોત થયા છે તેના પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ હકીકતમાં મોતનું કારણ શું છે તે બહાર આવશે. પરંતુ હાલ તો તમામ સિંહોની સુરક્ષાને લઈને તેના તબીબી પરીક્ષણો કોઈ સંભવિત રોગ કે બીમારી છે કે નહીં તેને લઈને પણ ચાલી રહ્યા છે. હાલના તબક્કે સિંહમાં કોઈ પણ પ્રકારનો રોગ કે વાયરસની અસર તેમજ જે સિંહબાળના મોત થયા છે તેનું ચોક્કસ કારણ કહેવું ખુબ મુશ્કેલ છે.શેત્રુંજી ડિવિઝનના નાયબ વન સંરક્ષક ધનંજય સાધુએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, જાફરાબાદ વિસ્તારમાં સ્કેનિંગ પ્રોટેકશનની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન આ વિસ્તારમાં રહેલા ત્રણ જેટલા સિંહ બાળો નાદુરસ્ત જણાતા તેને એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા હતા. જેને એનીમિયા કે ન્યુમોનિયા જેવો કોઈ રોગ થયો હોવાનું પ્રાથમિક તારણ છે જેને કારણે આ ત્રણેય સિંહબાળના મોત થયાનું વન વિભાગ માની રહ્યું છે. તો બીજી તરફ માધ્યમોમાં ચાલી રહેલા અન્ય રોગના સંક્રમણને પાયાથી નકારીને નાયબ બંન સંરક્ષકે જાફરાબાદના કાગવદરમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો કે વાયરસ આવ્યો છે તે વાતને પાયાથી નકારી હતી. આજથી 25 દિવસ પૂર્વે રાજુલા વિસ્તારમાંથી ચાર પાઠના સિંહોને બીમાર હાલતમાં પકડીને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આજે પણ તેની સારવાર ચાલી રહી છે
26
previous post

