શ્રાવણ મહિમા શિવભક્તિનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે જળ,કુલ, દુધનો અભિષેક કરવાની મહાદેવ ભક્તો પર પ્રસન્ન થાય છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મરડેશ્વર મંદિર ખાતે આવેલા પૌરાણિક શિવલિંગ પર ગોધરાના યુવાનોએ ગંગાજળનો અભિષેક કર્યો હતો. ગોધરાથી કાવડયાત્રા દ્વારા ગંગાજળ લઈને સાડા ત્રણ કલાક જેટલો સમય પગપાળા ચાલીને મરડેશ્વર મહાદેવ મંદિર પહોંચીને ગંગાજળનો અભિષેક કર્યો હતો ત્યારે હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતું.શ્રાવણ મહિનામાં ભગવાનશિવને રિઝવવા માટે ફુલ, જળ, બીલીપત્ર સહિત ચઢાવાય છે. ત્યારે જેના શિખામાં સાક્ષાત ગંગા બિરાજમાન છે. તેવા મરડેશ્વર મહાદેવના આઠ ફુટ ઉંચા શિવલિંગ પર ગોધરાના યુવાનો એ કાવડયાત્રા મારફતે ગંગાજળ લાવીને ચઢાવ્યું હતું.ગોધરા શહેરના ભુરાવાવ પાવરહાઉસ વિસ્તારમા રહેતા 12 જેટલા યુવકોનું ગ્રુપ હરિદ્વાર ફરવા ગયું હતું ત્યાં તેમને કાવડયાત્રા જોઈ આથી તેમને નક્કી કર્યુ કે આપણે પણ આ રીતે કાવડયાત્રા કરીશું. જેમા જીલ્લાના પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતેના સ્વયંભુ શિવાલય પર ગંગાજળનો જલાભિષેક કરીશુ. જેથી તેઓ ગંગાજળ ભરીને ગોધરા ખાતે લાવ્યા અને ત્યારબાદ પાવરહાઉસ વિસ્તારમાં આવેલા ભીમાશંકર મહાદેવ મંદિર ખાતે ગંગાજળ અર્પિત કરીને ગોધરાથી કાવડયાત્રાની શરુઆત કરી અને તેઓ પગપાળા ચાલતા ચાલતા શહેરા તાલુકાના પાલીખંડા ગામના મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે શિવલિંગ પર ગંગાજળનો જળાભિષેક કર્યો હતો.કાવડ લઈને આવેલા સૌ મિત્રોએ હર હર મહાદેવનો જાપ બોલાવતા માહોલ શિવમય બન્યો હતો.આ કાવડયાત્રામાં વિજયભાઈ લખારા, નિમેશભાઈ ભોઈ, હિતેશભાઈ ડબગર, ઉર્વેશભાઈ પ્રજાપતિ, રાજુભાઈ ડબગર, મનીષભાઈ સિંધી, પરેશભાઈ ગોહીલ સહિત જોડાયા હતા. અને મરડેશ્વર મહાદેવ મંદિર પર ગંગાજળ ચઢાવાની ઈચ્છા પુર્ણ કરી હતી.
25
previous post

