કોડીનાર તાલુકાના છાછર ગામે છેલ્લા ઘણા દિવસથી રકડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. આ રખડતા શ્વાને ગામમાં 14 જેટલા લોકો અને 2 પશુઓને બચકા ભરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. કોડીનાર થી 14 કિમી દુર આવેલ છાછર ગામે શ્વાને લોકોને ભયમાં જીવવા મજબુર કરી દીધા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. છાછર ગામે છેલ્લા ઘણા દિવસથી શ્વાને 14 જેટલા લોકો અને 2 પશુઓને હાથ, પગ અને પીઠના ભાગે બચકા ભરતા ઇજાગ્રસ્ત હાલતમાં લોકોને કોડીનાર સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગામમાં એક શ્વાન હડકાયું થયું હતું તેનો ચેપ અન્ય શ્વાનને લાગ્યો હતો અને બંને શ્વાનના મોત થયા હતા હવે ગામમાં વધુ એક શ્વાન હડકાયું થતા ગામમાં ભય ફેલાયો છે.ગામમાં રખડતા શ્વાને લોકોને બચકા ભરતા ગ્રામજનોએ હાથમાં લાકડાંના ધોકા અને દંડા લઇ હુમલો કરનાર શ્વાનની પાછળ દોટ મુકી હતી અને એક ગામથી બીજા ગામ શ્વાનને ખસેડવા કોશિશ કરતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગામમાં લોકોને બચકા ભરી હુમલો કરનાર આવા રખડતા શ્વાનને તંત્ર દ્વારા દુર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હાલ તો આ છાછર ગામમાં રખડતા શ્વાનના હુમલાથી ભયનો માહોલ ફેલાયો છે અને લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
34
previous post

