આરોપીઓ પાસેથી 1 હજારથી વધુ સીમ કાર્ડ મળ્યાનો મામલો

by JAYENDRA UPADHYAY
0 comments

ગત 26 તારીખે જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત કામગીરી દરમિયાન જૂનાગઢના લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાના સાગરીતોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે પકડેલા ભરત પરમાર અને પરમ કારીયા પાસેથી 1000 કરતાં વધારે રાજ્ય બહારના મોબાઇલ સીમકાર્ડ મળી આવ્યા હતા. જેમાં પોલીસ તપાસમાં ભરત પરમાર દ્વારા ખરીદવામાં આવેલા સીમકાર્ડ રાજ્ય બહારના અપરાધીઓને અપરાધિક કામો માટે આપ્યા હોવાની ચોંકાવનારી કબુલાતને પગલે સીમકાર્ડની તપાસ હવે ગુજરાત બહાર પણ શરૂ કરી દેવામાં આવી છેપોલીસ ચોપડે ફરાર લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાના સાગરીતો રાધનપુરના ભરત પરમાર અને ધીરેન કારીયાના પુત્ર પરમ કારીયાની જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગત 26 જૂલાઈના રોજ અટકાયત કરવામાં આવી હતી. જેમાં પોલીસને ભરત પરમાર પાસેથી ગુજરાત રાજ્ય બહારના 1000થી વધુ વિવિધ કંપનીના એક્ટિવ મોબાઈલ સીમકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી હતી. ત્યારે ગઈકાલે તેમને ફરીથી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે પરમ કારીયાને જેલ હવાલે કરવાનો અને ભરત પરમારને વધુ ત્રણ દિવસ પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.પોલીસ પકડમાં રહેલા ધીરેન કારીયાના સાગરીત કે જે ગુનાખોરી આચરવા માટે રાજ્ય બહારના વિવિધ કંપનીના મોબાઈલ સીમકાર્ડ ધીરેન કારીયાને આપતો હતો, જુનાગઢ પોલીસની રિમાન્ડ પર રહેલા રાધનપુરના ભરત પરમાર ગુજરાત રાજ્ય બહારના સીમકાર્ડ મેળવીને બુટલેગર ધીરેન કારીયાને ગુનાખોરી માટે મદદ કરતો હતો. પોલીસ પકડમાં રહેલા ભરત પરમાર પાસેથી પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે.પોલીસ તપાસમાં ભરત પરમારે તેની પાસે રહેલા સીમકાર્ડ પૈકી કેટલાક સીમકાર્ડ ગુજરાત બહારના ગુનેગારોને ગુનાખોરી આચરવા માટે મદદરૂપ બને તે માટે પણ આપ્યા હોવાની સનસનીખેજ કબુલાત જૂનાગઢ પોલીસ સમક્ષ કરી છે. સમગ્ર મામલામાં જૂનાગઢ પોલીસે ભરત પરમારની ઉલટ તપાસના ભાગરૂપે ગુજરાત બહાર કઈ વ્યક્તિ અને કયા રાજ્યમાં તેણે સીમકાર્ડ આપ્યા છે, તેની તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં સમગ્ર મામલામાં વધુ કેટલાક ચોંકાવનારા અને ખૂબ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓને ધ્યાને રાખીને હાલતો જુનાગઢ પોલીસ મામલામાં ખૂબ જ ગંભીરતાપૂર્વકની તપાસમાં આગળ વધી રહી છે.

 

You may also like

Leave a Comment