અમદાવાદમાં 23 જુલાઈના રોજ ATS દ્વારા 4 આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમના કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થઈ શકે છે. આ ચારેય આતંકીઓને દેશવિરોધી ગતિવિધિઓ માટે પકડવામાં આવ્યા હતા. ચારેય આતંકીઓ સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવીને એકબીજાના સંપર્કમાં રહી દેશવિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. તેઓ ઈન્સ્ટ્રાગ્રામ મારફતે અલકાયદા અને જિહાદનો પ્રચાર કરીને લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યા હતા.ATS દ્વારા ચારેયના ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને તેને FSL માટે મોકલી આપવામાં આવ્યા છે. આ ફોન ના FSL રિપોર્ટ પરથી ઘણા મોટા ખુલાસો થઈ શકે છે. તેઓ કોની સાથે જોડાયેલા હતા. તેઓના સંપર્ક કઈ વ્યક્તિ સાથે વધારે ગાઢ હતા. તે મામલે મોટા ખુલાસા થઈ શકે છે.રિમાન્ડ મંજૂર થયા બાદ હાલ આ આરોપીની તપાસ ચાલી રહી છે. તેમજ અમદાવાદમાં ફતેહવાડીમાં રહેતા ફરદીનના પરિવારના સભ્યોને પણ તપાસ અર્થે લાવવામાં આવ્યા હતા. ATSના DIGએ વાત કરતા જણાવ્યું હતું કે, “હજુ સુધી આરોપીઓએ કઈ કબૂલ્યું નથી. તેમના રિમાન્ડ દરમિયાન તેઓ માત્ર માથું ધુણાવીને હા-ના નો જવાબ આપે છે. તપાસમાં હજુ સુધી કોઈ મોટો ખુલાસો થયો નથી. પરંતુ રિમાન્ડ પૂર્ણ થયા બાદ મોટા ખુલાસા થઈ શકે છે. તથા અન્ય આરોપીની પણ ધરપકડ થઈ શકે છે.ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા ચાર આતંકવાદીઓ વિશે ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. એટીએસના જણાવ્યા અનુસાર, તમામ આરોપીઓની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે. આ ચારેય આતંકવાદીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા અને તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેઓ સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં પણ હતા.ATS દ્વારા નોઇડાથી જિશાન અલી, સૈફુલા કુરેશી અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરનો, મહમદ ફર્દીન અમદાવાદનો રહેવાસી અને મહમદ ફૈઝ રિઝવાન દિલ્હીનો રહેવાસી છે. ચાર આરોપીઓમાંથી 3 આરોપીઓની ગુજરાતમાંથી જ ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ સોશિયલ મીડિયા એપથી સંપર્કમાં હતા.સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા: આ આતંકવાદીઓને ચોક્કસ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, આ ચાર આતંકવાદીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ આતંકવાદીઓ સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં પણ હતા. આ આતંકવાદીઓની ધરપકડને સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. જોકે, ગુજરાત એટીએસ ઉપરાંત, અન્ય કેન્દ્રીય એજન્સીઓ હવે તેમના નેટવર્ક અને વિદેશી સંપર્કો સહિત અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) એ અલ-કાયદાની દક્ષિણ એશિયાઈ શાખા છે. ભારત ઉપરાંત, તે પડોશી દેશોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડે છે. એટલું જ નહીં, આ સંગઠન સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવવા તેમજ આતંકવાદી હુમલાઓની યોજના બનાવવા માટે જાણીતું છે.
27

