આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. આજથી એક મહિના માટે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે. શ્રાવણ મહિના દરમિયાન ભક્તો મહાદેવને પૂજા અર્ચના કરી રીઝવવાનો પ્રયાસ કરશે. આજે આપણે અમદાવાદનું 1000 વર્ષ જૂનું મંદિર સારંગપુરમાં આવેલ કર્ણમુક્તેશ્વર મહાદેવ વિશે જાણીશું.આજે શ્રાવણ મહિનાની શરૂઆતથી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો પણ પુજા અર્ચના કરી મહાદેવની ભક્તિ કરી રહ્યા છે. આજે અમદાવાદના સૌથી જુના મંદિર કર્ણમુક્તેશ્વર મહાદેવમાં શ્રાવણ મહિનાની શરૂઆતને લઈને હવન અને રુદ્રાભિષેક સહિતના વિવિધ કાર્યો ભક્તો કરી રહ્યા છે. કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિના દરમિયાન રુદ્રી પાઠ, લઘુરુદ્ર, મહાપુજા,રુદ્રાભિષેક, સહિત વિવિધ ભગવાનની પૂજાઓ કરવામાં આવશે.મહારાજા કર્ણદેવે સાબરમતી નદીની પૂર્વ બાજુ આશા પલ્લીના રાજા આશા ભીલની હરાવીને કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી. કર્ણાવતી નગર ત્રણ નદીઓ ત્રિવેણી સંગમના સ્થાને સ્થપાયું છે. આજના દાંડી પુલ નીચે વહેતી નદી ચંદ્રભાગા, સાબરમતીના સંગમ સ્થાને દધીચિ ઋષિનો આશ્રમ હતો. કર્ણમુક્તેશ્વર મહાદેવની સ્થાપનાનો સમય ઈ.સ 1064 વર્ષ પૂર્વથી લઈને 1079 સુધીનો આંકી શકાય છે. ત્રિવેણી સંગમના સ્થાનની દક્ષિણ દિશામાં કર્ણમુક્તેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. તેના દક્ષિણ સ્થાને કર્ણસાગર તળાવ બંધાવવામાં આવ્યું, જેને આજે લોકો કાંકરિયા તળાવથી ઓળખે છે. કર્ણમુકેશ્વર તળાવ બંધાયાનો સમય ઈ.સ 942 થી લઈને ઈ.સ 957 સુધીનો આંકે છે. કર્ણમુક્તેશ્વર મહાદેવને અમદાવાદના નગર દેવતા પણ કહેવામાં આવે છે.તેઓ દર શ્રાવણ મહિનામાં સાંજે દરરોજ પૂજા અને આરતીમાં ભાગ લેતા હતા, અને ઉમર હોવા છતાં મંદિરમાં એક હાથે ઘંટ વગાડતા હતા, દર્શન કરીને જ જમતા હતા. મંદિરમાં હજુ પણ અમે શ્રાવણ મહિનામાં દૂર રહીએ છતાં આવીએ છીએ. મારી દીકરી મંદિરના દર્શન કરવા ભરૂચથી આવી છે.
28
previous post

