કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત, આજે મળ્યા 2 પેકેટ

by JAYENDRA UPADHYAY
0 comments

કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. અબડાસાના દરિયાકાંઠેથી બિન વારસી ડ્રગ્સના 2 પેકેટ મળી આવ્યા છે. BSF જવાનોને પેટ્રોલિંગ દરમિયાન લુણા બેટ વિસ્તારમાંથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા. મળી આવેલા ડ્રગ્સના પેકેટ જખૌ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છેહજુ બે દિવસ પહેલા પણ કચ્છના દરિયાકાંઠેતી ડ્રગ્સ મળી આવ્યું હતું.બે દિવસ પહેલા લખપતના રોડાસર-મેડી નજીકના દરિયાકાંઠેથી 7 ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. BSF જવાનો જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતુ. આ તરફ હવે બિનવારસી ડ્રગ્સના પેકેટનો કબજો લઈ તપાસ માટે મોકલાયા છે. નોંધનીય છે કે, કચ્છના દરિયાકાંઠેથી અગાઉ પણ અનેક વાર બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે.

You may also like

Leave a Comment