આ ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદનો પ્રયાસ કર્યો હતો. ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એવી માહિતી છે કે ટ્રકચાલકને પકડી લેવામાં આવ્યો છે અને તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે.અમરેલીના સાંવરકુંડલામાં મહુવા રોડ પર રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ કારચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લેતા ફંગોળી નાખ્યા હતા. કારની લપેટમાં લગભગ બેથી ત્રણ બાઈક-સ્કૂટર આવી ગયા હતા. ઘટનાને પગલે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર લોકોને પણ ગંભીર ઈજા પહોંચી હતી
37

