દુઃખો દુર કરવાની વિધી કરાવવાના બહાને મેઘપરમાં સોનાના દાગીના લઇ અજાણી મહીલા છનનન….

by JAYENDRA UPADHYAY
0 comments

ભુજ
મેઘપર ગામે દુખો દુર કરવાની વિધિ કરાવીને એક મહીલાના સોનાના પાટલા અને મંગળસુત્ર મળીને 1,41,952થી વધુ રકમના દાગીના લઇને કોઇ અજાણી મહીલા રફુચક્કર થઇ જતા આ મામલો આજે પોલીસદફતરે નોંધાયો છે.
આ અંગે મેઘપર ગામના હસ્મિતાબેન યોગેશકુમાર ભંડેરી ઉ.વ.37એ નોંધાવેલી ફરીયાદ મુજબ ગત તા.20-3ના સવારે 11 વાગ્યાના અરસામાં કોઇ અજાણી મહીલા હસ્મિતાબેનના દિકરા, દીકરી અને પતિને દુખ દર્દ કરવાની વાતો કરી ફરીયાદીને ભોળવીને તેના કહેવા પ્રમાણે દુખો દુર કરવાની વિધી કરાવડાવી ફરીયાદી પાસેથી ચાર તોલા (48.73ગ્રામનું) સોનાનું મંગળસુત્ર જેની કીંમત રુપીયા 74,069 તથા એક જોડ સોનાના પાટલા(44.66ગ્રામ) જેની કીંમત રુપીયા 67,883 એમ કુલ રુપીયા 1,41,952ના સોનાના દાગીના લઇ જઇને ફરીયાદી સાથે છેતરપીંડી કરેલ છે.આ અંગે માનકુવા પોલીસ મથકે પોલીસ ફરીયાદ નોંધાયેલ છે.

You may also like

Leave a Comment