કચ્છ જિલ્લામાં આગામી તા.૧૧-૧૨/૮/૨૦૨૩ના રોજ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ તથા અન્ય મહાનુભાવો પધારનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને દરિયાઇ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઇનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલ વાઇટલ ઈન્સ્ટોલેશન, આર્મી કેન્ટોન્મેન્ટ, વી.વી.આઇ.પી./વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ વગેરે જગ્યાની સુરક્ષાની જવાબદારી પોલીસની છે તેમજ કચ્છ જિલ્લામાં વસતા લોકોને શારીરિક હિંસા પહોંચાડી શકવાની શક્યતા તેમજ જિલ્લાની તેમજ રાજ્યની સલામતી જોખમમાં મુકાય તે શક્યતા નકારી શકાય નહી. કચ્છ જિલ્લામાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પાર્ટમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના ગેરલાભ લઈ કચ્છ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડે તે શક્યતા નકારી શકાય નહીં. આ પ્રકારના સાધનોથી જિલ્લામાં આતંક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શક્યતા રહેલી હોઇ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ –ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ-ગાંધીધામએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪ ના ન.-૨)ની કલમ-૧૪૪ તળેલું ” નો ડ્રોન” ફલાય ઝોન જાહેર કરવા જાહેરનામું બહાર પાડવા દ૨ખાસ્ત કરી હતી.
જે અનુસંધાને અમિત અરોરા, જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪ ના.ન.-૨)ની કલમ-૧૪૪ અન્વયે તેમને મળેલા અધિકારની રૂએ, કચ્છ જિલ્લાના વિસ્તારમાં રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUAD COPTER), પાવર્ડ ઍરક્રાફ્ટ (POWERED AIRCRAFT), તેમજ માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફ્ટ (MICRO LIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઈડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR) તેમજ હોટ એર બલુન્સ (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) પર મનાઈ ફરમાવી છે.
આ હુકમમાં સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના સંસાધનોને મુક્તિ અપાઈ છું. જુદા જુદા કારણોસર ડ્રોનથી શૂટીંગ કરવાની પરવાનગી પોલીસ અધિક્ષકશ્રી કે તેઓ દ્વારા અધિકૃત પોલીસ અધિકારી આપી શકશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું સમગ્ર કચ્છ જિલ્લામાં તા.૧૧/૦૮/૨૦૨૩ થી તા.૧૩/૦૮/૨૦૨૩ સુધી દિન-૩ માટે અમલમાં રહેશે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …