ભુજ
ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે જાહેર કરવામાં આવ્યું હતું.સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92 ટકા,સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર- 11.94 ટકા,સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત- 76.45 ટકા,સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ- 40.75 ટકા પરીણામ આવેલ છે.
કચ્છ જીલ્લાની વાત કરીએ તો કચ્છ જીલ્લાનું 68.71 ટકા પરીણામ આવેલ છે.
આ વખતે કચ્છ જીલ્લામાં 100% પરીણામ લાવનાર શાળાઓની સંખ્યા વધીને 14 થઇ છે.જ્યારે 30% થી ઓછુ પરીણામ લાવનાર શાળાઓની સંખ્યા ઘટીને 23 થઇ છે.
કચ્છ જીલ્લામાં ભુજ કેન્દ્રનુ પરીણામ 74.01%, અંજારનુ પરીણામ 65.81ટકા, આદીપુરનુ 71.54% પરીણામ, માંડવીનુ 74.35%નખત્રાણાનું 74.06%, મુંદરાનું 71.98%, ભચાઉનું 63.37% પરીણામ આવેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …