30 માર્ચ 2023ના રોજ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવશે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નોમની તિથિ પર રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે.
શુભ યોગના સંયોગથી ત્રણ રાશિઓના ધન, વેપાર, નોકરી અને ભૌતિક સુખોમાં વૃદ્ધિ થશે. વાલ્મીકિ અનુસાર શ્રીરામનો જન્મ કર્ક લગ્ન, અભિજીત મુહૂર્ત, સૂર્ય, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ ગ્રહના વિશેષ યોગમાં થયો હતો.
વૃષભ રાશિ (Aries) – વૃષભ રાશિના જાતકો માટે રામ નવમીનો તહેવાર અનેક શુભ સોગાત લઇને આવશે. આ શુભ યોગના સંયોગથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધનને લઇને અટવાયેલા કામ પૂરા થશે. કાર્યસ્થળ પર તમને અધિકારીઓનો સાથ મળશે. નવી જવાબદારી મળી શકે છે. રોકાણ માટે ઘણો સારો સમય છે. વેપારમાં નવી પાર્ટનરશિપના યોગ બની રહ્યાં છે.
તુલા રાશિ (Libra)- તુલા રાશિના જાતકો પર હનુમાનજી અને શ્રીરામની વિશેષ કૃપા વરસશે. આર્થિક મોર્ચે તમને લાભ થશે. આવકમાં વૃદ્ધિના પ્રબળ યોગ છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તેનાથી લક્ષ્યને પૂરા કરવામાં મદદ મળશે. માન-સન્માનમાં વધારો થશે. પરિવારનો સાથ મળશે. ભગવાન રામના આશિર્વાદથી વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ આવશે.
સિંહ રાશિ (Leo) – સિંહ રાશિના જાતકો માટે રામ નવમીનો તહેવાર લકી સાબિત થશે. જૂના દેવામાંથી છૂટકારો મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે