ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજકોટ ગ્રામ્ય ACBના હાથે રૂ. 17,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. જેથી ચકચાર મચી છે. જેમાં પાટડીના ખારાઘોડાના અરજદાર પાસે રણ વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર ખનીજ ચોરીના મુદ્દામાલ બાબતે રૂપિયા 70,000ની લાંચ માંગી હતી.
પાછલા કેટલાંક દિવસોથી અભયારણ્ય વિભાગના અધિકારીઓ રણમાં અચાનક દરોડા પાડી જેસીબી અને હિટાચી સહિતનો મુદામાલ ઝબ્બે કરી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પાટડીના ખારાઘોડાના અરજદાર પાસે રણ વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર ખનીજ ચોરીના મુદ્દામાલ બાબતે ધ્રાંગધ્રા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સી.બી. ગોસ્વામીએ રૂપિયા 70,000ની લાંચ માંગી હતી. જે પૈકી રૂપિયા 17,000ની લાંચ લેતા અભ્યારણ્ય કચેરી ખાતેથી રંગેહાથ રાજકોટ ગ્રામ્ય ACB ટીમે ઝડપી પાડ્યા હતા.