છેલ્લા ઘણા દિવસોથી હાર્ટએટેક આવવાના બનાવ બની રહ્યા છે રાજ્યમાં ફરી એકવાર આવો જ એક બનાવ બન્યો છે. હવે વરઘોડામાં નાચી રહેલો એક યુવક અચાનક નીચે ઢળી પડ્યો હતો. આ યુવકને અચાનક હાર્ટએટેક આવ્યો હતો. યુવકને જ્યારે હાર્ટએટેક આવ્યો હતો ત્યારે તે વરરાજાને ઉચકીને ડાન્સ કરી રહ્યો હતો. આ ઘટનામાં બંને વ્યક્તિ નીચે પટકાયા હતા. આ બનાવનો વીડિયો વાયરલ થયો છે.
પંચમહાલ જિલ્લામાં એક લગ્ન પ્રંસગમાં વરરાજાને પોતાના ખંભા પર બેસાડીને એક યુવક નાચી રહ્યો હતો ત્યા અચાનક યુવક અને વરરાજા નીચે ઢળી પડ્યા હતા. વરરાજાના મિત્ર અચાનક બેભાન થઈ ગયો હતો. અન્ય કેટલાક લોકોએ તાત્કાલિક આ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જો કે આ યુવકનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. આ ઘટના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામમાં બની હતી.
લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે નાચી રહેલા યુવકનું અચાનક મોત થતા માતમમાં છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સોશ્યલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ યુવકની ઉંમર આશરે 27 વર્ષની જાણવા મળી હતી.