રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.૧૧/૦૩/૨૦૨૩ તથા તા.૨૫/૦૩/૨૦૨૩ના જાહેર રજાના દિવસોએ રાજ્યની યાદીમાં સમાવિષ્ટ (કુલ-૫૨) સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. જે અન્વયે તા.૧૧/૦૩/૨૦૨૩ તથા તા.૨૫/૦૩/૨૦૨૩ના રોજ રાજ્યની યાદીમાં સમાવિષ્ટ (કુલ-૫૨) સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે એમ નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …