વિસનગર તાલુકાના એક ગામમાં ઘરમાં સૂઈ રહેલી 17 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ આચરવાામાં આવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી રાત્રે 11 વાગ્યે ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીનું નામ વાઘેલા વિશાલ ગોવિંદસિંહ છે.
એટલુ જ નહી આરોપી કિશોરીનો પીછો કરી પોતાની સાથે ભાગી જવા માટે પણ દબાણ કરતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપી વિઘાલે વિશાલ વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. વિસનગર તાલુકા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.