વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં જ તેમણે વહેલી સવારે દેહ છોડ્યો હતો.
હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી તેમના પાર્થિવ દેહને પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાને લઈ જવાયો હતો.
હીરાબાના નિધનના સમાચાર મળતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને લેવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા જ્યારે મંત્રીઓનો રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સૌથી પહેલાં રાયસણ ખાતે પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. હીરાબાના નિધનના સમાચાર જાણવા મળતાં એ પછી બીજા મંત્રી અને ભાજપના નેતાઓ પણ પંકજ મોદીના રાયસણ ખાતેના નિવાસસ્થાને આવવા માંડ્યા હતા.
હીરાબાના પાર્થિવ દેહને સ્મશાન ગૃહ લઈ જવાયો, સેક્ટર 30 માં અગ્નિસંસ્કાર