ચીનમાં કોરોનાના કેસ વધવાને કારણે દવાઓની અછત સર્જાઈ છે. હોસ્પિટલોમાં ભીડ છે અને રસ્તાઓ સૂમસામ છે. લોકોએ સોશિયલ મીડિયા પર દવાઓ ન મળવા બાબતે અને કિંમત કરતાં 200% સુધી મોંઘી થવાની ફરિયાદો કરી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે કે જાણીતી હસ્તીઓ પણ તેમના સ્વજનોની સારવાર કરાવી શકતા નથી. ચાઇનીઝ ટીવી એક્ટર વાંગ જિનસોંગે બુધવારે સાંજે એક મેસેજમાં લખ્યું, ‘કોરોનાને કારણે તેમણે પોતાનાં માતા ગુમાવ્યાં છે. પિતાને પણ ચાર દિવસથી ભારે તાવ છે. દવાઓ મળતી નથી, હું ખૂબ નિરાશ છું. આ દિવસનો એ સમય છે જ્યારે હું મારી માતા સાથે વીડિયો ચેટ કરતો હોઉં છું. હવે તે વીડિયો કૉલ ક્યારેય કનેક્ટ નહીં થાય. સૂત્રોએ જણાવ્યું હતું કે લોકો તાવ ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતી ઇબુપ્રોફેનની એક ટેબ્લેટ માટે 50 યુઆન સુધી ચૂકવવા પડી રહ્યા છે. એક યુઆનમાં મળતું ઈન્જેક્શન બમણી કિંમત પર મળી રહ્યું છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …