ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ

by chanchal bhuj bhuj
0 comments

ગુપ્ત નવરાત્રિના 9 દિવસ તંત્ર- મંત્ર સાધના અને 10 મહાવિદ્યાઓને પ્રસન્ન કરવા માટે વિશેષ માનવામાં આવે છે. અત્યારે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે. જે 26 જૂનના રોજ શરુ થઈ છે આ 4 જુલાઈ સુધી ચાલશે. જેમાં 3 જુલાઈને ગુપ્ત નવરાત્રિની આઠમની તિથિ છે. નવરાત્રિની આઠમે માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે તેમની કૃપા મેળવવા આ ખાસ દિવસ માનવામાં આવે છે.
આઠમના દિવસે હવન કરવો શુભ માનવામાં આવે છે, નવરાત્રિનું વ્રત-પૂજા, સાધના નવરાત્રિની આઠમની તિથિએ હવન જરુર કરો. હવનમાં આહુતિ આપો. હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને દેવી – દેવતાઓની કૃપા જલ્દી મળે છે.
કન્યા પૂજન માટે 2 થી 9 વર્ષની કન્યાઓને માં દેવીનું સ્વરુપ માનવામાં આવે છે. તેથી આ નવરાત્રિની આઠમે અથવા નોમની તિથિએ હવન કર્યા બાદ કન્યા પૂજન જરુર કરો.

You may also like

Leave a Comment