રવિવારે વહેલી સવારે એક્સપ્રેસ વે પર એમ્બ્યુલન્સ પાછળથી આવતા પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કત એટલી ગંભીર હતી કે એમ્બ્યુલન્સના ટુકડા થઈ ગયા હતા. આ એમ્બ્યુલન્સમાં 2 ડ્રાયવર ઉપરાંત 5 મુસાફરતો જઈ રહ્યા હતા અને તેમાંથી 5 નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી છે. આ ઘટના રવિવારે સવારે લગભગ 5.30 આસપાસ બની હોવાનું સામે આવ્યું છે
આ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતની જાણ થતાં જ DM સંજય કુમાર ચૌહાણ, SP અપર્ણા રજત કૌશિક, યુપીડીએ ટીમ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કાર્ય બાદ વાહનોને હટાવી લેવામાં આવ્યા હતા અને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માતનું કારણ વધુ ઝડપ અને ડ્રાઇવરને ઊંઘ આવી રહી હોવાનું માનવામાં આવે છે.
આ અકસ્માત ઉત્તરપ્રદેશના અમેઠીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર થયો હતો. જ્યાં મૃતદેહ લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સ પિકઅપ વાં સાથે અથડાઇ હતી. અને 5 મૃતકો માંથી 2 એમ્બ્યુલન્સના ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં રાજકુમાર, રવિ, ફુલો, આબિદ અને સરફરાઝનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જ્યારે શંભુ રાય ગંભીર રીતે ઘાયલ થયા. પ્રાથમિક સારવાર બાદ તેમને જિલ્લા હોસ્પિટલ અને ત્યારબાદ એઈમ્સ રાયબરેલીમાં રિફર કરવામાં આવ્યા.

