રાપર માં ચાર ઈંચ વરસાદ સાથે તાલુકા માં બે થી અઢી ઈંચ વરસાદ

by JAYENDRA UPADHYAY
0 comments

વરસે તો વાગડ ભલો કચ્છડો બારે માસ આ ઉક્તિ ને સાર્થક કરતા હોય તેમ વાગડ વિસ્તારમાં ગઈ કાલે સાંજે ગ્રામ્ય વિસ્તારોના બાલાસર આડેસર ખડીર પ્રાંથળ રામવાવ સુવઇ સહિત ના વિવિધ વિસ્તારોમાં સાંજે સાત થી રાત્રીના દશ દરમિયાન બે અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો ગાજવીજ સાથે પવન ના સુસવાટા સાથે વરસેલા વરસાદે રાત્રે તાલુકા મથક રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર ગાજવીજ સાથે વરસાદ રાત્રે બાર વાગ્યા બાદ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો જોત જોતા મા માત્ર દોઢ કલાક માં ત્રણ ઈચ જેટલો વરસાદ વરસી ગયો હતો રાપર શહેરમાં નગરપાલિકા ની પ્રિ મોન્સૂન કામગીરી નો ફજેતો થયો હતો શહેર ના શંકરવાડી આથમણા નાકા મામલતદાર નિવાસ ગેલીવાડી તિરુપતિ નગર સલારી નાકા સમાવાસ તકિયાવાશ મા પાણી ભરાયા હતા રાપર શહેરમાં પાણી ના વહેણ પર દબાણો ઉભા કરી દેવામાં આવતા તિરુપતિ નગર ખોડીયાર મંદિર પાસે પ્રાગપર ચોકડી એપીએમસી ગેલીવાડી મા પાણી ભરાયા હતા તિરુપતિ નગર માં કન્યાશાળા આવેલ છે તે સ્થળ પર પાણી ના વહેણમાં દબાણો થતાં પાણી ભરાયું હતું તેવું જ પ્રાગપર ચોકડી પાસે રબારી સમાજવાડી પાસે દબાણો ખડકી દેવા મા આવ્યા છે રાપર શહેરમાં સીમતળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શોપિંગ સેન્ટર તથા મકાનો ઉભા કરી દેવામાં આવતા આગામી દિવસોમાં વરસાદ થતાં પાણી ભરાવા ની શકયતા છે રાપર નગરપાલિકા દ્વારા રાત્રે પાણી ભરાયા તે વિસ્તાર મા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી તો ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો રાતે રાપર શહેર ને વિજ પુરવઠો આપતા પીજીવીસીએલ ના સબ સ્ટેશન પાસે વિજળી પડી હતી જેના લીધે વિજ પુરવઠો અડધા શહેર મા રાતભર બંધ રહ્યો હતો વહેલી સવાર થી પીજીવીસીએલ નો સ્ટાફ કામગીરી મા જોડાયો હતો આ વરસાદ થી ખેડૂતો મા આનંદની લાગણી ફેલાઇ છે ખેતર મા ચોમાસુ પાક ના વાવેતર ની તૈયારી ચાલુ કરી દેશે રાપર તાલુકા મામલતદાર એચ.બી.વાઘેલા એ જણાવ્યું હતું કે રાતે બાર થી સવાર ના છ વાગ્યા સુધી માં રાપર માં 97 મી .મી. વરસાદ વરસ્યો છે રામવાવ રવ નંદાસર સુવઈ સહિત ના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે ઈચ થી વધુ વરસાદ થયો હોવાનું એડવોકેટ હરિભાઈ રાઠોડે જણાવ્યું હતું આમ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ થી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી

You may also like

Leave a Comment