લાકડીયા પોલીસે પ્રોહીબીશનનો કેસ ઝડપી પાાડ્યો, મોટીમાત્રામાં દારુ ઝડપાયો

by JAYENDRA UPADHYAY
0 comments

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા ના માર્ગદર્શન અને  સુચના અનુસાર, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા ડીવાયએસપી શ્રી સાગર સાંબડાની સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.જાડેજાઅને લાકડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફે મળીને ખાસ ઓપરેશન ચલાવ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર,સામખીયાળી મોરબી હાઇવે પર આવેલ  એક હોટલ પાસે શંકાસ્પદ હાલતમાં સ્ટોક રાખવામાં આવ્યો હોવાની બાતમી આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર જઇને તપાસ કરતાં હોટલા પાછળના ભાગેથી પીકઅપ ગાડીમાંથી ભારતીય બનાવટનો સામાન, ખાસ કરીને દારૂ અને બિયર ની બોટલ્સ મળી આવી હતી.

આ કેસમાં મળેલ મુખ્ય મુદ્દામાલ નીચે મુજબ છે:

ક્રમ મુદ્દામાલનું વર્ણન સંખ્યા કુલ કિંમત ₹
1 કાઉન્ટી કલબ કાલા વિસ્કી – 750ml 23 બોટલ ₹ 8,040/-
2 કાઉન્ટી કલબ કાલા વિસ્કી – 180ml 198 બોટલ ₹ 24,750/-
3 વ્હાઈટ હોર્સ ઓરિજ. વિસ્કી – 750ml 24 બોટલ ₹ 8,400/-
4 વ્હાઈટ હોર્સ ઓરિજ. વિસ્કી – 180ml 195 બોટલ ₹ 15,750/-
5 કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયર 20 બોટલ ₹ 910/-
6 પીકઅપ ગાડી નં. GJ-36-T-5134 ₹ 2,00,000/-

કુલ કબજામાં લેવાયેલ મુદ્દામાલની કિંમત: ₹ 2,59,130/-

આ મામલે પીકઅપ ચાલક અને હોટલ સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

You may also like

Leave a Comment