કચ્છ જિલ્લામાં આજે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભુજ શહેર સહિત સમગ્ર જિલ્લામાં લોકો એકબીજા પર રંગ છાંટી ઉત્સવ મનાવી રહ્યા છે.કચ્છ કમલમ ખાતે પણ આજે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના પ્રમુખ દેવજીભાઇ વરચંદ, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, મહામંત્રી દિલીપભાઇ શાહ, નરેન્દ્ર પ્રજાપતી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર સહીતના કાર્યકરો અગ્રણીઓ જોડાયા હતા.
