વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગેડી દેશલપર માર્ગ પર આવેલ વાડી વિસ્તારમાં થી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી પૂર્વ કચ્છ પોલીસ ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને મળેલી પૂર્વ બાતમીના આધારે એલસીબી પીઆઈ એન.એન.ચુડાસમા અને પીએસઆઇ એમ.વી જાડેજા તથા સ્ટાફે ગત રાત્રે ભારતીય બનાવટનો વિદેશી દારૃ નો જથ્થો ઝડપી પાડયો હતો જેમાં આરોપીઓ
નં. (૧) અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલા
નં. (૨) અર્જુનસિઠ હેતુભા વાઘેલા રહે બન્ને ગેડી તા. રાપર જી.કચ્છ
રાપર તાલુકાના ગેડી ગામ થી દેસલપર ગામ તરફ જતા રોડ પર આવેલ પાણીના ટાંકાની પાછળ આવેલ વાડી વિસ્તાર ગેડી તા.રાપર
વિગત
ગુન્હો પ્રોહી. કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી) ૮૧ મુજબ તે એવી રીતે કે કોલમ નંબર ૨ માં જણાવેલ આરોપી ઓ સાથે મળી આરોપી અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલા ના કબ્જાની ગેડી ગામના પાણીના ટાંકા ની પાછળ આવેલ વાડીની અંદર બનાવેલ અંન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂના ૧૮૦ એમ એલના કવાટર નંગ.૩૭૯૨ જે કવાટર કિ.રૂ ૧૨૫/- લેખે કુલ્લ કિ.રૂ ૪.૭૪.૦૦0/- તથા કિંગ ફિસર ૫૦૦ એમ એલના બીયર ટીન નંગ ૧૨૦ જે એક બીયર ટીનની કિ.રૂ ૧૦૫/- કુલ્લ કિ.રૂ.૧૨.૬૦૦/- તથા ૭૫૦ એમ એલની બોટલો નંગ ૨૧૬ કુલ્લ કિ.રૂ ૧.૪૧,૨૮૪ મળી કુલ્લ ૧.૨૭.૮૮૮/-નો ગે.કા પ્રોહી મુદામાલનો જથ્થો પોતાના કબ્જાની વાડીમાં બનાવેલ અંડર ગ્રાઉન્ડ ટાંકામાં સંગ્રહ કરી રેઈડ દરમ્યાન આરોપીઓ હાજર ન મળી આવી ગુનો કરવા એક બીજાની મદદગારી કરી ગુન્હો કર્યા બાબત ની નોંધ કરી હતી વધુ તપાસ હાથ ધરી છે
એલ.સી.બી શાખા પુર્વ કચ્છ ના સ્ટાફ જોડાયો હતો
