પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે, કિન્નર અખાડાએ એક મોટી કાર્યવાહી કરી છે. કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે અને તેમને અખાડામાંથી હાંકી કાઢ્યા છે. આ સાથે, લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વર અને અખાડાના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. કિન્નર અખાડાને ટૂંક સમયમાં એક નવો આચાર્ય મહામંડલેશ્વર મળશે. ઋષિ અજય દાસે કહ્યું કે, અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે.મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક પર ઘણો વિવાદ થયો હતો. મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક સામે સંતો સતત વિરોધ કરી રહ્યા હતા.
