રાપર તાલુકાના ગેડી થાનપર પાસે નર્મદા કેનાલમાં ડુબતા બેના મોત, બે લાપતા

by JAYENDRA UPADHYAY
0 comments

રાપર
રાપર તાલુકાના થાનપર ગેડી પાસે નર્મદા કેનાલ મા ડુબવા થી બે ના મોત અન્ય બે બચાવવા માટે જતાં કેનાલમા લાપતા બની જતાં શોધખોળ હાથ ધરાઇ છે.રાપર તાલુકાના થાનપર ગેડી ગામે પરપ્રાન્તિય મૃતકો પરિવાર સાથે કપાસના ખેતરમા કામ માટે આવ્યા હતા મળતી વિગતો મુજબ રાપર તાલુકા ના થાનપર ગેડી નર્મદા કેનાલ પાસે બીટી કપાસ વીણવાનું કામ કરતા આદીવાસી મજૂરના બે છોકરાઓ ને ડુબતા બચાવવા બીજા બે જણ પણ ડુબ્યા હતા જેમાં બે ના મોત હજુ બે છોકરાઓ હજુ લાપતા છે.રાપર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને તપાસ હાથ ધરી છે.રાપર ના થાનપર ગેડી ગામે નર્મદા કેનાલમાં આ કરુણ બનાવ બન્યો હતો.

You may also like

Leave a Comment