મુંબઈ-બાંદ્રા ટર્મિનસમાં નાસભાગ:ગોરખપુર એક્સપ્રેસ આવતા જ મુસાફરોમાં ધક્કા-મુક્કી શરૂ થઈ; 9 ઘાયલ, 2ની હાલત ગંભીર

મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર રવિવારે સવારે ટ્રેનમાં ચડવાની ધક્કા-મુક્કી બાદ મચેલી નાસભાગમાં નવ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 5.56 વાગ્યે બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર બની હતી. બૃહદ્ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે ટ્રેન 22921 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં ચડવામાં ધક્કા-મુક્કી થતા નાસભાગ થતા અફરા-તફરી મચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને ભાભા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.ઘાયલોની ઓળખ શબ્બીર અબ્દુલ રહેમાન (40), પરમેશ્વર સુખદર ગુપ્તા (28), રવિન્દ્ર હરિહર ચુમા (30), રામસેવક રવિન્દ્ર પ્રસાદ પ્રજાપતિ (29), સંજય તિલકરામ કાંગે (27), દિવ્યાંશુ યોગેન્દ્ર યાદવ (18), મોહમ્મદ શરીફ શેખ (25), ઇન્દરજીત સાહની (19) અને નૂર મોહમ્મદ શેખ (18) તરીકે થઈ છે.બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ જણાવ્યું હતું કે દિવાળી પહેલા તહેવારોની ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. નાસભાગની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ફ્લોર પર લોહી ફેલાયેલું જોવા મળે છે અને ઘાયલ લોકો બેભાન હાલતમાં પડેલા છે. રેલવે પોલીસ કર્મચારીઓ અને અન્ય મુસાફરો ઘાયલોને સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?