Breaking News

ચંદન ચોરીમાં 18 વર્ષથી નાસતા આરોપીને ગાંધીનગર ક્રાઇમબ્રાન્ચે રાજસ્થાનથી દબોચ્યો

ગાંધીનગર
નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ દરમ્યાન સેકટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચંદન ચોરીના ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને ચિતોડગઢ રાજસ્થાનથી ગાંધીનગર ક્રાઇમબ્રાન્ચ-2એ ઝડપી પાડેલ છે.
આ અંગે મળતી વિગતો મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ , ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી, રવિ તેજા વાસમસેટ્ટી , ગાંધીનગર જીલ્લા નાઓએ જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જીલ્લામાં સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે ડ્રાઇવ દરમ્યાન આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર કોમ્બીંગ હાથ ધરી નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવા સારૂ એલ.સી.બી-૨ પો.ઇન્સશ્રી એચ.પી.પરમાર નાઓને જરૂરી સુચન કરેલ.આ ડ્રાઇવ દરમ્યાન એલ.સી.બી-૨ પો.ઇન્સશ્રી એચ.પી.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇશ્રી કે.કે.પાટડીયા નાઓએ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી જિલ્લામાં જુદા જુદા પો.સ્ટેમાં નોંધાયેલ અલગ અલગ ગુનાઓમાં જીલ્લામાં તેમજ અન્ય રાજયમાં વસવાટ કરતાં ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ યાદી તૈયાર કરી જરૂરી વર્ક આઉટ કરી તેઓના આશ્રય સ્થાનોની માહીતી પ્રાપ્ત કરવા માટે સ્થાનિક બાતમીદારો રોકી તેઓને પ્રોત્સાહિત કરી તેમજ ટેકનિકલ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તેઓને ઝડપી પાડવા માટે તેઓના આશ્રય સ્થાનો ઉપર કોમ્બીંગની ઝુંબેશ હાથ ધરી સતત કોમ્બીંગનુ આયોજન હાથ ધરેલ.
જે અનુસંધાને ગઇકાલના રોજ એલ.સી.બી-ર ટીમના પો.સ.ઇશ્રી કે.કે,પાટડીયા, હે.કો જયરાજસિંહ મહેન્દ્રસિંહ, હે.કો સેતાનસિંહ દશરથસિંહ, પો.કો. આશિષસિંહ સર્વેશ્વરસિંહ, પો.કો જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ નાઓ સાથે ચિત્તોડગઢ રાજસ્થાન ખાતે વસવાટ કરતાં નાસતાં ફરતાં આરોપીઓની માહીતી એકત્રિત કરી તપાસમાં હતા દરમ્યાન હે.કો સેતાનસિંહ દશરથસિંહ તથા પો.કો. આશિષસિંહ સર્વેશ્વરસિંહ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, સેક્ટર-૨૧ પો.સ્ટે ગુ.ર.નં-૧૨૯/૨૦૦૬ તથા ગુ.ર.નં-1/2 ૨૫૨/૨૦૦૬ ઇ.પી.કો કલમ ૪૪૭,૩૭૯,૧૧૪ તથા ગુ.ર.નં-વૃક્ષ છેદન ધારા ૩.૭ મુજબના ગુન્હાઓમાં આશરે છેલ્લા ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપી લાલારામ ભૈરવસિંહ ઉર્ફે ભવરલાલ સાલવી, ઉવ.-૫૧, ધંધો- મજુરી, રહેવાસી- નઈ આબાદી, ભાનુજા, ચિત્તૌડ, રાજસ્થાન (મુળ) બલવી માહોલ્લો ભાલુજા તા.બઠયારી, જી.ચિત્તોડગઢ, રાજસ્થાન નાનો હાલ ચિત્તોડગઢ રાજસ્થાન ખાતે હોવાની હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ જઇ વેશ પલ્ટો કરી કેમ્પ રાખી તેની ઓળખ પ્રસ્થાપિત કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સેક્ટર-૨૧ પો.સ્ટે સોંપવામાં આવેલ.

About JAYENDRA UPADHYAY

Check Also

ગાંધીનગર જીલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?