આ વર્ષે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક ગણાતો રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન લે છે. તેમજ ભાઈ પોતાની બહેનને દક્ષિણા અને ભેટ આપે છે. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો સાયો છે. જેથી ભદ્રા દરમિયાન ભાઈને રાક્ષી બાંધી ન શકાય, ત્યારે હવે તમારા મનમાં સવાલ થતો હશે કે બહેનો તેમના ભાઈને રાખડી ક્યારે બાંધી શકશે?જણાવી દઈએ કે, આ વર્ષે ભદ્રા 19 ઓગસ્ટના રોજ બપોરે 1:29 વાગ્યા સુધી અને સૂર્યોદય પહેલાં શરુ થઇ જશે. જેથી રક્ષાબંધન બપોરે દોઢ વાગ્યા બાદ ઉજવવી જોઈએ. સાંજે 7 વાગ્યા સુધીમાં સતત ચલ, લાભ અને અમૃતના શુભ ચોઘડિયા છે. જેથી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય બપોરે 1:30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા દરમિયાન રાખડી બાંધવાનો શુભ સમય રહેશે. જેથી સાંજે રાખડી બાંધવી શુભ રહેશે. આમ તો રક્ષાબંધનનું પર્વ જન્માષ્ટમી સુધી ઉજવી શકાય છે, એટ લે કે જેઓ દૂર રહે છે તેઓ જનમાષ્ટમી સુધી રાખડી બંધાવી શકે છે.
કેવી રીતે બાંધવી જોઈએ રાખડી?
રક્ષાબંધનનો તહેવાર અલગ-અલગ જગ્યાએ પોત્યાની પરંપરા અનુસાર ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ બહેનો નારિયેળ પર ચાંદલો કરીને તેની પર નાડાછડી બાંધીને તે ભાઈને આપ્યા બાદ રાખડી બાંધે છે. નારિયેળ માં લક્ષ્મીનું પ્રતીક છે અને તેનો ઉપયોગ શુભ કાર્યોમાં થાય છે. જેથી ઘણી જગ્યાએ આ દિવસે બહેનો તેમના ભાઈને ચાંદલો કરતા પહેલાં અને રાખડી બાંધતા પહેલાં નારિયેળ પર ચાંદલો કરીને તે ભાઈને આપે છે અને બાદમાં ભાઈને ચાંદલો કરીને રાખડી બાંધે છે અને આરતી ઉતારે છે. ત્યારબાદ ભાઈ તેની બહેનના પગે લાગીને આશીર્વાદ લે છે અને બહેનને ગિફ્ટ આપે છે.
રક્ષાબંધન બાદ ક્યારે ઉતારવી જોઈએ રાખડી?
કહેવામાં આવે છે કે રક્ષાબંધનના રોજ રાખડી બંધાવ્યા બાદ તેને જન્માષ્ટમી સુધી બાંધી રાખવી જોઈએ. રાક્ષી બાંધતી વખતે ધ્યાન રાખો કે તે કાળા કે ભૂરા રંગની ન હોય. રાખડી લાલ કે પીળા રંગનો હોય અને તેનું રક્ષા સૂત્ર રેશમનું હોય. જનમાષ્ટમીના રોજ રાખડી ઉતાર્યા બાદ તેને ક્યાંય ઝાડ પાસે રાખી દો કે પછી તેને પાણીમાં વહાવી દો. તખડીને ગેમ ત્યાં ન ફેંકવી જોઈએ.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …