ગાંધીનગર
ગાંધીનગર જીલ્લાની હદ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી અલગ અલગ વિસ્તારોને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપવામાં આવતો હતો ત્યારે થોડા સમય પહેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માણસા તાલુકાના લોદરા ગેંગને ઝડપીને ટુ વ્હીલર વાહનોની ચોરીને ઝડપી પાડવામાં આવી હતી ત્યારે આ ગુનામાં અગાઉ પુરમસિંહ ચૌહાણ, નવદિપસિંહ રાઠોડ, વિરેન્દ્રસિંહ રાઠોડ ઝડપાયા હતા ત્યારે આ ટુવ્હીલર વાહનોની ચોરી કરી તેના નિકાલ અને વેચાણમાં જેની સંડોવણી ખુલી છે તે તરુણ મુકેશભાઇ રાવળ ઉ.વ.18ને આજે એલસીબી -1 ગાંધીનગરએ ઝડપી પાડેલ છે.આ આરોપીની છ ગુન્હામાં સંડોવણી ખુલવા પામી છે.એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે.મકવાણા, એ.એસ.આઇ. ભવાનસિંહ પૃથ્વીસિંહ, જયપાલસિંહ પ્રતાપસિંહ, શિતલબેન મગનભાઇ, પ્રદિપસિંહ માનસિંહ આ કામગીરીમાં જોડાયા હતા.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …