રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં લીધે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે. વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બાળકીનું મોત નિપજ્યું હતું. SSG હોસ્પિટલમાં ચાંદીપુરાનાં દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં અત્સાર સુધીમાં ચાંદીપુરા વાયરસનાં 34 કેસ નોંધાયા છે. જેમાં 19 બાળકોનાં મોત નિપજ્યા છે.રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસ 150ને પાર પહોંચ્યા છે. આજે 153 કેસ નોંધાયા છે જ્યારકે ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 57 નોંધાઈ છે. આ જીવલેણ વાયરસથી 66 દર્દીઓના મોત નિપજ્યા છે.
