ગઈકાલે 6 જુલાઈને શનિવારના રોજ સચિનના પાલીગામ વિસ્તારમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત નીપજ્યા છે. ગઈકાલ બપોરથી આજ સવાર સુધી રેસ્ક્યુની કામગીરી ચાલી હતી. હાલમાં કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ છે. કોઈ વ્યક્તિ કાટમાળ નીચે હોય તેવું હાલ તંત્ર પાસેથી જાણવા મળતું નથી.
સુરતમાં સચિનના પાલીગામમાં આવેલી 5 માળની બિલ્ડિંગ 6 જુલાઈની બપોરે અઢી વાગ્યાના અરસામાં ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થતાં ભૂકંપ આવ્યો તેવો સ્થાનિકોને ડર લાગ્યો હતો. દરમિયાન ધરાશાયી બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો ફસાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર, NDRF અને SDRF વિભાગે રેસ્ક્યુ ઓપરેશનમાં કાટમાળ નીચેથી મૃતદેહ કાઢ્યા હતાં.