હાથરસના રતિભાનપુરમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગને કારણે 50થી વધુ લોકોના મોત થયાં છે. નાસભાગમાં ઘણી મહિલાઓ પણ કચરાઈ હોવાથી મોતનો આંકડો વધી શકે છે. સત્સંગના કાર્યક્રમમાં ધાર્યા કરતાં વધારે ભીડ ભેગી થઈ હોવાથી આ ટ્રેજેડી સર્જાઈ હતી.અત્યાર સુધી 50થી વધુ મહિલાઓના મોત થયાં છે. મોતનો આંકડો વધી શકે છે. ઘાયલ મહિલાઓ અને બાળકોને એટા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.હાથરસના સિકંદરરાવના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો પરંતુ ધાર્યા કરતાં વધારે ભીડ હતી. એક અનુમાન પ્રમાણે સત્સંગમા 50 હજાર લોકો પહોંચ્યાં હતા. આ દરમિયાન ભીડને કારણે લોકો પરેશાન થવા લાગ્યા. ભીડ અને ગરમીના કારણે લોકો બેહોશ થવા લાગ્યા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે લોકો જમીન પર પડ્યા, ત્યારે અન્ય લોકો તેમને કચડીને બહાર જવા લાગ્યાં હતા આને કારણે મોતનો આંકડો વધ્યો હતો.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …