Breaking News

NEET-NET વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી, ‘PM મોદી યુક્રેન અને ગાઝાનું યુધ્ધ રોકાવી શક્યા પરંતુ, પેપર લીક રોકવી ના શક્યા’

NEET પરીક્ષાના વિવાદ પર રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કહ્યું, ‘ભારત જોડો યાત્રા દરમિયાન હજારો યુવાનોએ પેપર લીકની ફરિયાદ કરી હતી. હવે NEET પેપરમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે અને એક પેપર રદ કરવામાં આવ્યું છે. એવા અહેવાલો હતા કે પીએમ મોદીએ ફોન કરીને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવ્યું હતું. ગાઝા અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ પણ એક ફોન કરીને અટકાવ્યું હતું. કેટલાક કારણોસર નરેન્દ્ર મોદી ભારતમાં પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી, અથવા તેને રોકવા માંગતા નથી.NEET UG પરીક્ષા રદ કરવાની માગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. લખનઉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી છે. આ દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NTA અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઉચ્ચ શિક્ષણ સચિવ સંજય મૂર્તિ એનટીએના મહાનિર્દેશક ડૉ. સુબોધ કુમાર સિંહને મળ્યા હતા.તે જ સમયે, ગુરુવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે NEET UG કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરીથી ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે જો અંતિમ સુનાવણી બાદ પરીક્ષા રદ કરવામાં આવશે તો કાઉન્સેલિંગ પણ રદ થઇ જશે.આ પહેલાં 11 જૂને પણ સુપ્રીમ કોર્ટે આ અપીલ ફગાવી દીધી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા રદ કરવાની માગ કરતી નવી અરજી પર પણ સુનાવણી થઈ હતી. આ અરજી 49 વિદ્યાર્થીઓ અને સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અંગે આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.અરજીકર્તાઓએ પરીક્ષામાં 620થી વધુ અંક મેળવનારા વિદ્યાર્થીઓની પૃષ્ઠભૂમિની તપાસ અને ફોરેન્સિક તપાસની માગ કરી છે. સાથે જ પેપર લીકના આરોપમાં સીબીઆઈ તપાસની પણ માગ કરવામાં આવી છે.આ સાથે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન, કલકત્તા અને બોમ્બે હાઈકોર્ટમાં NEET UG કેસમાં દાખલ અરજીઓને ક્લબ કરી દીધી છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં 8 જુલાઈએ સુનાવણી થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આ માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચ દ્વારા આ કેસની સુનાવણી ચાલી રહી છે.9 દિવસ પહેલાં પણ કાઉન્સેલિંગની માંગણી ફગાવી દેવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે મંગળવારે NEET કાઉન્સેલિંગ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટની બેન્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA પરીક્ષા આયોજક સંસ્થાને નોટિસ જારી કરીને કહ્યું- NEET UGની વિશ્વસનીયતા પર અસર થઈ છે. અમને આનો જવાબ જોઈએ.આ અરજી વિદ્યાર્થી શિવાંગી મિશ્રા અને અન્ય 9 વિદ્યાર્થીઓ દ્વારા 1 જૂનના રોજ પરિણામની જાહેરાત પહેલાં દાખલ કરવામાં આવી હતી. જેમાં બિહાર અને રાજસ્થાનનાં પરીક્ષા કેન્દ્રો પર ખોટા પ્રશ્નપત્રોના વિતરણને કારણે ગેરરીતિની ફરિયાદ કરવામાં આવી હતી અને પરીક્ષા રદ કરવા અને SIT તપાસ કરાવવાની માગ કરવામાં આવી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

જાણો 12 વાગ્યા સુધી કચ્છમાં ક્યાં કેટલો વરસાદ?

કચ્છ જીલ્લા કંટ્રોલરુમના જણાવ્યા મુજબ 12 વાગ્યા સુધી દર્શાવેલ કોષ્ટક મુજબ વરસાદ નોંધાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?