Breaking News

PM મોદીની આજે મહત્વની બેઠક, ચક્રવાત, હીટવેવ અને 100 દિવસના રોડમેપ પર કરશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 100 દિવસના રોડમેપને લઈને બેઠક યોજવા જઈ રહ્યા છે. નવી સરકારના 100 દિવસના એજન્ડા પર ચર્ચા કરશે. એવી ચર્ચા છે કે, તેઓ ચક્રવાત રેમલને કારણે થયેલા નુકસાન અને દેશના મોટાભાગના ભાગોમાં તીવ્ર ગરમીના મોજા અંગે અધિકારીઓ પાસેથી માહિતી પણ લેશે. સૌથી મોટી વાત એ છે કે, વડાપ્રધાન નવી સરકાર વિશે ચર્ચા વિમર્શ કરશે.લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થતાંની સાથે જ એક્ઝિટ પોલના પરિણામો બહાર આવ્યા. મોટાભાગના એક્ઝિટ પોલના પરિણામોમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને જંગી બહુમતી દર્શાવવામાં આવી હતી. જેમ ભાજપે ચૂંટણી પહેલા નારો આપ્યો હતો કે ‘અબકી બાર 400 પાર ‘, હાલમાં એક્ઝિટ પોલના પરિણામ પણ એવા જ છે. તે જ સમયે, પીએમ મોદી કન્યાકુમારીમાં ધ્યાન કર્યા પછી પરત ફર્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે, નવી સરકારના 100 દિવસના નિર્ણયોને લઈને ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂરા કરવા માટે પહેલું પગલું ભરવામાં આવશે. આ કામ પહેલેથી જ સોંપવામાં આવ્યું હતું. નવી સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને પીએમના સચિવ પીકે મિશ્કરની નિમણૂક અંગે પણ નિર્ણય લેવામાં આવનાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ હીટ વેવ અને ચક્રવાતને લઈને સ્થિતિની સમીક્ષા કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે અધિકારીઓ પાસેથી આ વિશે વિગતવાર માહિતી લેશે.

About JAYENDRA UPADHYAY

Check Also

આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી

દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?