xr:d:DAFweaA337M:1654,j:6968618545917518113,t:24040613
સ્માર્ટ મીટર, ભાડે રહેતા ગ્રાહકને 9.24 લાખ રૂપિયાનું બીલ બાકીનો આવ્યો મેસેજ
JAYENDRA UPADHYAY
May 22, 2024
OUR GUJARAT NEWS
167 Views
વડોદરામાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો વધુ એક ગોટાળો સામે આવ્યો છે. જેમાં સ્માર્ટ મીટર લગાવ્યા પછી એક વ્યક્તિને લાખો રૂપિયાનું બીલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો.MGVCLએ રોજના પાંચ હજાર લેખે બિલ ભરવાનો મેસેજ કર્યો હતો.આ બાબતે મૃત્યુંજય ધરને જણાવ્યું હતું કે, હું ચિંતરંજન મુખર્જીનાં ઘરમાં ભાડે રહું છું. મારૂ બે મહિનાનું વીજ બીલ 1500 થી 2000 આવે છે. પણ આ વખતે સ્માર્ટ મીટર લાગ્યા બાદ મારી પાસે મેસેજ આવ્યો કે તમારૂ રૂા. 9.24 લાખનું બીલ બાકી છે. આવો મેસેજ આવતા હું ચોકી ઉઠ્યો હતો. તેમજ આ બાબતે મે MGVCL રજૂઆત પણ કરી હતી.સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે. જૂના વીજમીટરની માગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.
Check Also
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …