ભુજના સુરમંદીર સિનેમાઘરમાં આગ લાગી

by JAYENDRA UPADHYAY
0 comments

ભુજના ધમધમતા એવા બસસ્ટેશન નજીક આવેલા સુરમંદીર સીનેમામાં આજે બપોરે આગ લાગવાની ઘટના સામે આવી હતી.છેલ્લા થોડા સમયથી આગ લાગવાની ઉપરા છાપરી ઘટનાઓ વચ્ચે આજે ભુજ ખાતે સુરમંદીર સિનેમામાં આગ લાગી હતી.આગ લાગતા જ અહીં અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો.તાત્કાલીક ફાયરબ્રીગેડની ટીમને જાણ કરવામાં આવતા આગને કાબુમાં લેવા માટે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.હાલે આગને કાબૂમાં લેવા માટેની કામગીરી ફાયરબ્રીગેડ દ્વારા ચાલી રહી છે.

 

You may also like

Leave a Comment