પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ ભચાઉ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે આરોપી ઈમરાન ઉર્ફે ઈમુડો બાબુભાઈ રાયમાં વાળાના રહેણાંક મકાનની પાછળના ભાગે જમીનમાં દાટેલ લોખંડના પીપમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
આરોપીનુ નામ
(૧) ઈમરાન ઉર્ફે ઈમુડો બાબુભાઈ રાયમા રહે. જલારામ સોસાયટી,ભચાઉ
કબ્જે કરેલ મુદામાલની વિગત :-
વિદેશી દારૂની ૭૫૦ તથા ૧૦૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૦૨ કિ.રૂ.૩૬,૭૫૦/-
બીયર ૫૦૦ એમ.એલ. ના ટીન નંગ-33 કિ.રૂ. 3300/-
કુલ મુદામાલ કી.રૂ.૪૦,૦૫૦/-
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …