સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા વિશાળ આર્કેડના પાર્કિંગમાં મૂકેલી લક્ઝુરિયસ કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. વિશાલ આર્કેડના પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારમાં મોડીરાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કારના બોનેટમાંથી અચાનક ધૂમાડા નીકળ્યા હતા અને ગણતરીના સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં બોનેટથી લાગેલી આગ આખી કારમાં પ્રસરી ગઈ હતી અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી.બનાવની જાણ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને કરાતા અડાજણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બનાવને પગલે ફાયરના જવાનોએ પાણી અને ફોર્મનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, પાર્ક કરાયેલી કારમાં આગ લાગી હોવાથી સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઇજા પહોંચી નથી.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …