ભુજ શહેરના જ્યુબિલી સર્કલ ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી મુદ્દે સુત્રોચાર પોકારી કેન્દ્રની ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને એક દેશમાં રાંધણ ગેસના ભાવ ફેર બદલ નારાજગી વ્યક્ત કરી ગૃહિણીઓને ન્યાય આપોના નારા લાગવાયા હતા.
ઉપસ્થિત પાર્ટીના આગેવાનોએ જાહેરમાં કહ્યું હતું કે મોંઘવારી સામે રાહત આપતી આમ આદમી પાર્ટીની લોકહિતની યોજનાઓને રેવડી કહીને મજાક ઊડાવવા વાળી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહતો આપી છે. તો પછી છેલ્લા 30 વર્ષથી ભાજપને મત આપતી ગુજરાતની જનતાનો શું વાંક છે ? શુ આ સરકારની લૂંટ નથી ? રાજસ્થાનની જેમ ગુજરાતની જનતાને પણ રૂ. 450માં ગેસ સિલેન્ડર આપો અને દરેક મહિલાઓને રૂ.3 હજાર સન્માન રાશી આપો એવી સરકારને ઉદ્દેશીને માંગ કરવામાં આવી હતી.જાહેર માર્ગ પર પ્રદર્શન વેળાએ પ.ક જિલ્લા પ્રમુખ સંજય બાપટ,મહિલા મોરચા પ્રમુખ કાન્તાબેન પટેલ,મહિલા મોરચા ઉપ પ્રમુખ જમિલાબેન રાયમાં,રમીલાબેન મંગરિયા,પ.ક જીલ્લા મહામંત્રી સતાર માજોઠી, જિલ્લા ઉપ પ્રમુખ ગોવિંદ મારવાડા, મંત્રી વનરાજસિંહ વાઘેલા,શહ મંત્રી દેપાર સોમિયા, શહેર મહામંત્રી ઇમરાન રાઠોડ,શહેર સંગઠન મંત્રી મામદ ખલીફા, અશરફ રતાણી, સંજય ઠક્કર, યાસીન ખલીફા, અજરીદીન મીર,હુસેન મીર, સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.