ગુજરાત રાજ્ય માં 181 મહિલા હેલ્પ લાઈન મહીલા ઓ ની મદદ માટે 24×7 કાર્યરત છે
તા:- 28/12/23 ના રોજ ગાંધીધામ રેલ્વે પોલીસ શી ટીમ દ્વારા 181 મહિલા હેલ્પ લાઇન પર કોલ કરી જણાવ્યું એક મહિલા મળી આવેલ હોય જે ખુબજ ગભરાયેલા હોય અનેઆજે સવાર થી પીડિતા આમ તેમ ભટકે છે કંઇજ બોલી રહ્યા ન હોય 181 ટીમને કોલ આવતા ની સાથેજ 181 ટીમ ના કાઉન્સિલર બારડ નિરૂપા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઠાકોર ચંદ્રિકા બેન તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા
181 ટીમ ના કુશળ કાઉન્સિલિંગ બાદ પીડિતા એ તેઓ નું નામ મનીષા બેન ( નામ બદલાવેલ) જણાવેલ પોતે બિહાર ના વતનની છે પીડિતા ના લગ્ન ને આશરે ચાર વર્ષ થયાં છે પતિ કલકત્તા માં જોબ કરે છે પીડિતા ના સસરા ના ગામ ના એક પુરુષ એ પીડિતા ને જણાવેલ તારા પતિ એ મારી સાથે આવા જણાવેલ પીડિતા 30/11/23 ના રોજ બિહાર થી કચ્છ આવેલ કોઈ લાકડાની કંપની માં રસોઈ બનાવવા નું કામ કરતા હોય તે પુરુષ પીડિતા ને મારપીટ કરતા હોય બીજી જગ્યા એ વેચી દેવા ના હોવાથી પીડિતા ત્યાં થી ભાગી આવેલ પીડિતા ને 181 ટીમ એ તે પુરુષ પર ફરિયાદ કરવા સમજાવેલ પરંતુ પીડિતા પોતાના વતન બિહાર જઈ ફરિયાદ કરવા માંગતા હતા પીડિતા ની ટ્રેન બે દિવસ બાદ હોવા થી પીડિતા ને હાલે આશ્રય સારવાર તથા આગળ વધારે કાર્ય વાહી માટે વન સ્ટોપ સખી સેન્ટર માં આશ્રય આપાવેલ.પીડિતા એ જણાવેલ તમામ હકીકત ની જાણ 181 ટીમ એ ફોન કોલ મારફતે સાસરિયાં વિસ્તાર ના પોલીસ સ્ટેશન માં કરેલ.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …