કચ્છ જિલ્લાના છેવાડાના નાગરિક સુધી કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લાભ મળે તેવા ઉદ્દેશ્યથી કચ્છ જિલ્લાના ગામે ગામ લોકસંદેશો પાઠવતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ભ્રમણ કરી રહી છે. જેમાં
ભુજ તાલુકાના સરહદી કુરન ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પહોંચતા ગ્રામજનો દ્વારા યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ યોજનાઓની માહિતી નાગરિકોને સ્ટોલ્સ, પ્રદર્શની, રથના માધ્યમથી પુરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવી યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ રાજ્ય તથા કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવો હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રામજનોનું હેલ્થ સ્ક્રીનીંગ કરાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પબધ્ધ થયા હતા.
આ પ્રસંગે પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …