ગાંધીધામ-આદિપુર સંકુલ માટે દિનદયાલ પોર્ટ ઓથોરીટીએ અદ્યતન સ્મશાન ગૃહ માટે કરેલ આયોજન

ગાંધીધામ ખાતે ન્યાયાલયની પાછળના રસ્તે ડી.સી.-૫ ની પાછળ અદ્યતન સ્મશાનગૃહ કાર્યરત કરવા માટે દિનદયાલ પોર્ટ ઓથોરીટી ધ્વારા સી.એસ.આર. ફંડમાંથી રકમનું આવેટન કરવામાં આવ્યું છે.
ચેમ્બર પ્રમુખશ્રી તેજા કાનગડના જણાવ્યા અનુસાર સંકુલની પ્રજા માટે ખૂબજ સંવેદનશીલ કહી શકાય તેવા આધુનિક ગેસ અને ઇલેક્ટ્રીક આધારિત સ્મશાન ગૃહ માટે ગાંધીધામ ચેમ્બર ધ્વારા દિનદયાલ પોર્ટ ઓથોરીટી પાસે વિધિવત દરખાસ્ત કરવામાં આવેલ જેના અનુસંધાને સી.એસ.આર. ફંડમાંથી ૪૯ લાખ રૂપિયા જેવી રકમ મંજુર કરેલ છે. આ અંગે વધુ વિગત આપતા તેઓએ જણાવેલ કે, સંકુલ માટે લાગણીસભર મુદ્દો હોઇ અત્યારના તબકકે તેની ખાસ જરૂર છે, ત્યારે સમાજ અને લોકોની જરૂરિયાતને ધ્યાને લઈ અને ચેમ્બરે આ અંગે યોગ્ય રજુઆત કરેલ તેનો પ્રતિસાદ મળતાં ડીપીએ પ્રયાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. આ દિશામાં સૂચિત સ્મશાનગૃહનું કાર્ય ૨-૩ દિવસમાં જ ચેમ્બર ધ્વારા શરૂ કરી દેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી પાઠવતાં ચેમ્બરના માનદ મંત્રીશ્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું કે. તાજેતરમાં ડી. પી.એ ખાતે મળેલ એક મીટીંગમાં ચેમ્બર પ્રમુખ શ્રી તેજા કાનગડ ડીપીએના ચીફ ઈંજિનિયર શ્રી રવિન્દ્ર રેડી, સી.એસ.આર. ટીમના વડા શ્રી મહેન્દ્ર ખુરાલાણી તથા તેમની ટીમના સભ્યો હાજર રહ્યા હતા ત્યારે આ ઐતિહિાસક નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ડીપીએના આ ઐતિહાસિક નિર્ણયને આવકારી ચેમ્બર આ માટે સુવિધાયુક્ત અને પરિણામલક્ષી સ્મશાનગૃહ બનાવવા સાથે, લોકોની લાગણી સાથે જોડાયેલ અંતિમ યાત્રા કે દુઃખદ પળોને આશ્વસ્ત કરે તેવું આયોજન ચેમ્બર ધ્વારા હાથ ધરાશે. તેમજ એવા આશયથી તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. સાથે-સાથે ૨૪ કલાક ત્યાં સફાઇની વ્યવસ્થા. સી.સી.ટી.વી. કેમેરા, ભક્તિસભર વાતાવરણ ઉભું કરવા સંગીત માટે મ્યુઝિયક સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે રાય હરો તો. સ્મશાનગૃહ ખાતેથી જ મરણ નોંધણીના પુરાવા રજુ કર્યેથી પુરાવા મેળવી રાકાય તેવી વ્યવસ્થા ગોઠવવા અંગે પ્રશાસનને વિનંતી કરવામાં આવરો, સાથે-સાથે અગ્રિમતાના ધોરણે નવા સ્મશાનગૃહનું આયોજન વહેલી તકે હાથ ધરવામાં આવશે. તેવું એક અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રીશ્રી મહેરા તિર્થાણીએ જણાવ્યું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?