કેન્દ્રીય ગૃહ વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા. કેન્દ્ર સરકારે 22 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માટે રૂપિયા 7 હજાર 532 કરોડ જાહેર કર્યા હતો. જેમાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને સૌથી વધુ 1 હજાર 420.80 કરોડ રૂપિયા આપ્યો હતો. જ્યારે ગોવાને સૌથી ઓછું માત્ર 4.80 કરોડ રૂપિયા ફંડ મળ્યું હતું. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે ઉત્તર પ્રદેશને 812 કરોડ રૂપિયા અપ્યા હતો. તો ઓડિશાને 707.60 કરોડનું ફંડ મળ્યું હતુ. જ્યારે બિહારને 624. 40 કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું. તો આ તરફ ગુજરાતને 584 કરોડ રૂપિયા ફંડ મળ્યું છે. જ્યારે આંધ્રપ્રદેશને 493.60 કરોડનું ફંડ મળ્યું હતું.
